બુધવાર, 7 જુલાઈ, 2010

એવું ગમે...

ચોમાસુ આવે ને ઘેરાય વાદળ, એવું ગમે,
મંડપ સમુ બંધાય એ વાદળ, એવું ગમે.

વેહતા પવન થી લેહરાય વાદળ, એવું ગમે,
ઉડતા પંખી જોઈ હરખાય વાદળ, એવું ગમે.

વીજળી જોર થી તને ધ્રુજાવે ઓ વાદળ, એવું ગમે,
પાણી તારું છલકાવી જાય એ વાદળ, એવું ગમે.

ભીંજવે તું પ્રેમ થી આ ધરા ઓ વાદળ, એવું ગમે,
ધરતી સજે રૂડા શણગાર ઓ વાદળ, એવું ગમે.

વૃક્ષો મસ્તી થી નહાય જો વાદળ, એવું ગમે,
વેલ પણ જો કેવું લપેટાય ઓ વાદળ, એવું ગમે.

અંતર માં ઉભરાય મીઠી લાગણી ઓ વાદળ, એવું ગમે,
ને તોય તરસે, ભીંજાયેલું આ હૈયુ ઓ વાદળ, એવું ગમે.

તારી છાંવ માં કરું હું કોઈનો ઇન્તજાર ઓ વાદળ, એવું ગમે,
"પલ" આવે પછી, ને મુસ્કુરાય ઓ વાદળ, એવું ગમે.

ચોમાસુ આવે ને ઘેરાય વાદળ, એવું ગમે,
મંડપ સમુ બંધાય એ વાદળ, એવું ગમે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો