સોમવાર, 16 ડિસેમ્બર, 2013

"અંકિતા" ને "અર્પણ"

"દિલ" માં દબાવી ને રાખી છે, ને "સ્મિત" માં સજાવી ને રાખી છે,
         અમારા "પલકો" ની છાંવ માં સાચવી ને રાખી છે,

અમારા સંસ્કારો ની "મહેક" થી સજાવ્યા છે તુજ જીવન ના આ વર્ષો,
   હવે  નવા સરનામે તારા વિદાય ની તૈયારી "હાર્દિક" રાખી છે.

                                                              "અંકિતા" ને "અર્પણ"

ગુરુવાર, 21 માર્ચ, 2013

તમે

એક તરફ ફૂલો નો બગીચો હતો ને એક તરફ તમે ઉભા હતા,
ને મેં જોયું કે, ભમરો તમારી આસ પાસ જ મંડરાતો હતો ...

શબ્દો

અમે શબ્દો નો સહારો લઇ ને પણ કંઈ કહી ના શક્યા,
ને તમે આંખો નચાવી ને કામ કરી ગયા ....

સાથ

તમારા સાથ વિના જીવાતુ પણ નથી,
ને શ્વાસ અધૂરા છોડી ને જવાતુ પણ નથી .

રવિવાર, 3 માર્ચ, 2013

દીકરી

નજર કરી ને મુસ્કુરાઈ લે છે ને તુ ઓ દીકરી,
ત્યારે સમજાય છે કે સ્વર્ગ અહી ધરતી ઉપર જ છે .

ભીનાશ

વહી જઈ ને આ આંખો માં થી, ભીનાશ છોડી ગયા છે,
આ આંસુ તમારી યાદ માં શ્વાસ છોડી ગયા છે .

રવિવાર, 24 ફેબ્રુઆરી, 2013

દરિયો

એક દરિયો આ આંખો માં યે ઘુઘવાય છે, પણ,
એની ગેહરાઈ નો અંદાજ આ સાગર નહી આપી શકે.