ગુરુવાર, 9 ઑક્ટોબર, 2014

એકાંત

કોલાહલ તો છે પણ સાંભળું શું ?
આના કરતા તો એકાંત સારું.... 

એકાંત

        ભીડ માં દબાઈ ને પણ એકલો રહી ગયો,
ને પડી ગયો જમીન પર તો... એકાંત તળે કચરાઈ ગયો. 

એકાંત

        જોઉં કોને?  આંખો તો છે,         કહું કોને?  શબ્દો પણ છે...
શોધે છે નજર, કોઈક મળી જાય, પણ જ્યાં જોઉં ત્યાં બસ એકાંત જ છે.

મંજિલ

     મંજિલ પર જવું છે, મંજિલ પર જવું છે,
પણ મંજિલ છે શું?.... માત્ર ને માત્ર મૃગજળ !!??