ગુરુવાર, 24 જૂન, 2010

શું યોગ્ય છે . . ???

રસ્તે ચાલતા કે પછી વાહન ચલાવતા,
આટલા ટ્રાફિક માં ને આટલી ગીર્દી માં,
વિચારો જરા તમે કે શું યોગ્ય છે દોસ્તો...,

રસ્તા આપણા બાપ ના સમજી મનમાની કરવી??
કે ટ્રાફિક નિયમો ની શિસ્તતા જાળવવી.................
______________________________________

આ વિષય માં તો ખરેખર આપણે બહુ જ પછાત છીએ.
રસ્તા ની બાજુ માં ઝુપડી બાંધી રેહનાર ને શું દોષ દેવો?
મહેલ બાંધી ને રેહનાર ની પણ માનસીકતા આવીજ છે!!
Accident થાય છે તો સરકાર ને અને ટ્રાફિક પોલીસ ને
દોષ આપીએ છીએ પણ ત્યાં સ્પીડ લીમીટ લખેલી હતી
એ વાંચવા ની આપણે દરકાર તો કરતા જ નથી !!!!!!!!!
______________________________________

સમજવા જેટલું તો ઉપર લખી જ દીધું છે પણ છતાય જો
ના સમજાય તો આટલું તો કરવું જ જોઈએ.........
૧) ચાલી ને રસ્તો ઓળંગતી વખતે હાથ કરી ને ચાલવા
નઈ માંડવા નું પણ આગળ પાછળ જોવાનું ને પછી
ટ્રાફિક ઓછો થાય ત્યારેજ આગળ વધવાનું....
(ચાલવા વાળો માણસ જેટલી જલ્દી સ્પીડ કન્ટ્રોલ
કરી શકે એટલી જલ્દી વાહન ચલાવનાર ના કરી શકે
એ યાદ રાખવું જોઈએ)
૨) વાહન ચલાવતી વખતે હંમેશા સ્પીડ લીમીટ નું પાલન
કરવું જોઈએ.
૩) રસ્તા પર વાહન એકદમ સીધું જ ચાલવું જોઈએ જેથી
પાછળ આવનાર વ્યક્તિ ને તકલીફ ના પડે.
૪) વળાંક વખતે વળવાની શરૂઆત કરતા પહેલા સાઈડ
લાઈટ બતાવવી, નહી કે વળ્યા પછી.
૫) ટ્રાફિક પોલીસ ના હોય ત્યારે આપણે સિગ્નલ પર લાલ
લાઈટ વખતે ઉભા રહી જવાની ડીસીપ્લીન ના રાખીએ
પણ ટ્રાફિક પોલીસ હોય ત્યારે તો STOP ની લાઈન થી
આગળ ના વધીએ???
૬) ઘૂસ મારવાની આદત ને થોડી કન્ટ્રોલ માં રાખીએ ........

એમ તો બહુ લાંબુ લીસ્ટ છે પણ આટલું તો કરીએ..............
આપણા પોતાના માટે, ને ઘરે રાહ જોતા લોકો માટે............


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો