શનિવાર, 3 જુલાઈ, 2010

કલાકાર વરસી ગયો....

વરસી ગયો... વરસી ગયો...જુઓ જુઓ, વરસાદ વરસી ગયો,
બુંદો ની કલમ થી ધરતી શણગારવા જાણે એક કલાકાર વરસી ગયો..

ગરમી થી રેબઝેબ ધરતી પર, ફેલાવી દીધી એને મીઠી એક મહેક,
આગમનની આગાહી પેહલે થી આપી, જુઓ કેવો રુઆબદાર વરસી ગયો..

ફૂલ-છોડ ને, ને વેલ-વૃક્ષો ને, કેવા તો રંગ થી એ રંગી ગયો,
ને ધરતી ને લીલી ચાદર પેહરાવી, જુઓ એક ચિત્રકાર વરસી ગયો...

ઝરમર-ઝરમર ના સંગીત વચ્ચે, કેવા કેવા મેઘનાદ કરી ગયો,
હાથ, પગ ને હૈયું ડોલાવતો, જુઓ એક સંગીતકાર વરસી ગયો...

જીવ-જંતુ, પશુ-પક્ષી ને.. ને ધરતી ના કણ કણ ને જીવંત કરી ગયો,
જીવતા માણસ ના હૃદય માં પણ, કેટલીયે સુતેલી લાગણી ઓ જગાડી ગયો,
શું કહું હજુ વધારે "પલ", લાગે છે શ્રુષ્ટિ નો રચનાર વરસી ગયો....

વરસી ગયો... વરસી ગયો...જુઓ જુઓ, વરસાદ વરસી ગયો,
બુંદો ની કલમ થી ધરતી શણગારવા જાણે એક કલાકાર વરસી ગયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો