સ્થિર પાણી માં વમળ પેદા કરી જાય છે,
એક બુંદ જાણે હલચલ મચાવી જાય છે,
"પલ"ભર આવી ને ભુસાઈ તો જાય છે...
પણ એક સ્પર્શ માત્ર થી લાગણીઓ ભીંજવી જાય છે.
મંગળવાર, 24 ઑગસ્ટ, 2010
શુક્રવાર, 23 જુલાઈ, 2010
ગુરુવાર, 15 જુલાઈ, 2010
શું યોગ્ય છે....??
આપણા વ્યવહાર માં એવું ઘણું છે..................... જે બદલવા જેવું છે,
આપણને ના ગમે એ બીજા સાથે ના કરીએ એ ધ્યાન રાખવા જેવું છે,
એમાનું જ એક વર્તન છે જેને "ઉધ્ધતાઈ" કહે છે દોસ્તો,
વિચારો શું યોગ્ય છે? શું કહ્યું મારું અમલ માં મુકવા જેવું છે..!!??
શુક્રવાર, 9 જુલાઈ, 2010
"પલ"
આંખ ને કહું, કે તું પાંપણ ની હલચલ બંધ કર,
ને ઓ શ્વાસ, તું અવરજવર નો અવાજ ના કર,
નીરખી રહ્યો છું "પલ", રોક ના મને ઓ જીંદગી,
આમજ ડૂબતી રહે પ્રેમ માં, તું મોત નો ડર ના કર.
શું યોગ્ય છે . . ???
તકલીફ તો ઘણી હશે જીંદગી માં, ને આવતી રેહશે,
ક્યારેક મને તો ક્યારેક તમને સતાવતી જ રેહશે,
તમેજ કહો તો પછી શું યોગ્ય છે વ્યવહાર માં...??
બીજા ની મુસીબત જોઈ, ખુશ થવું..? અનદેખું કરવું..?
કે મદદ નો હાથ ફેલાવવો, મુસ્કુરાઈ ને થોડું..!!!???
સંબંધો....
કંઈક મળી ગયા છે સંબંધો જીંદગી માં એવા,
"પલ"ભર પણ ભૂલી ના શકુ હું......
છપાઈ ગયા છે એ હૃદય પર એવા...
બુધવાર, 7 જુલાઈ, 2010
એવું ગમે...
ચોમાસુ આવે ને ઘેરાય વાદળ, એવું ગમે,
મંડપ સમુ બંધાય એ વાદળ, એવું ગમે.
વેહતા પવન થી લેહરાય વાદળ, એવું ગમે,
ઉડતા પંખી જોઈ હરખાય વાદળ, એવું ગમે.
વીજળી જોર થી તને ધ્રુજાવે ઓ વાદળ, એવું ગમે,
પાણી તારું છલકાવી જાય એ વાદળ, એવું ગમે.
ભીંજવે તું પ્રેમ થી આ ધરા ઓ વાદળ, એવું ગમે,
ધરતી સજે રૂડા શણગાર ઓ વાદળ, એવું ગમે.
વૃક્ષો મસ્તી થી નહાય જો વાદળ, એવું ગમે,
વેલ પણ જો કેવું લપેટાય ઓ વાદળ, એવું ગમે.
અંતર માં ઉભરાય મીઠી લાગણી ઓ વાદળ, એવું ગમે,
ને તોય તરસે, ભીંજાયેલું આ હૈયુ ઓ વાદળ, એવું ગમે.
તારી છાંવ માં કરું હું કોઈનો ઇન્તજાર ઓ વાદળ, એવું ગમે,
"પલ" આવે પછી, ને મુસ્કુરાય ઓ વાદળ, એવું ગમે.
ચોમાસુ આવે ને ઘેરાય વાદળ, એવું ગમે,
મંડપ સમુ બંધાય એ વાદળ, એવું ગમે.
મંગળવાર, 6 જુલાઈ, 2010
શું યોગ્ય છે . . ???
દરેક માણસ ની કોઈક ને કોઈક કુશળતા હોય છે,
ને દરેક ની કોઈક ને કોઈક અસમર્થતા પણ હોય છે,
તો તમેજ કહો દોસ્તો કે શું યોગ્ય છે વ્યવહાર માં ??
કુશળતા ને વખાણી હજુ આગળ ધપવા પ્રેરવું જોઈએ ...........
કે પછી અસમર્થતા ની મજાક કરી હિંસક આનંદ લેવો જોઈએ?
સોમવાર, 5 જુલાઈ, 2010
"પલ"
ઘાયલ થઇ જાય છે કોઈ, તો કોઈ હોશ ગુમાવી દે છે,
ને.. નિસાસા નાખી નાખી ને કોઈ શ્વાસ જલાવી દે છે,
થયું..? એવું તો શું છે એમાં જે ભાન ભુલાવી દે છે......
"પલ" એક નજર કરી તો ખ્યાલ આવ્યો...,
....................................... કે આ રૂપ પ્રેમ કરાવી દે છે.
સ્વીકાર ના કર્યો...
શું કારણ હશે એવું, કે એમને ફરી યાદ ના કર્યો,
મુસ્કરાયા તો હતા જોઇને, પણ વિચાર ના કર્યો..!!
છલકાવી ને પ્રેમ થી આ હૃદય, મેં ધર્યું હતું એમને,
શું ખૂટ્યું હશે કંઈક એવું, કે એમને સ્વીકાર ના કર્યો .?
શનિવાર, 3 જુલાઈ, 2010
કામ
જોયું છે, જાણ્યું છે, ને અનુભવ્યું છે તેથી કહું છું,
ગભરાઈ ને છોડી દઈશું તો શું પૂરું થઇ જશે કામ?
આપો આપ રસ્તો નીકળી આવશે, બસ શરુ કરી દો કામ..
કલાકાર વરસી ગયો....
વરસી ગયો... વરસી ગયો...જુઓ જુઓ, વરસાદ વરસી ગયો,
બુંદો ની કલમ થી ધરતી શણગારવા જાણે એક કલાકાર વરસી ગયો..
ગરમી થી રેબઝેબ ધરતી પર, ફેલાવી દીધી એને મીઠી એક મહેક,
આગમનની આગાહી પેહલે થી આપી, જુઓ કેવો રુઆબદાર વરસી ગયો..
ફૂલ-છોડ ને, ને વેલ-વૃક્ષો ને, કેવા તો રંગ થી એ રંગી ગયો,
ને ધરતી ને લીલી ચાદર પેહરાવી, જુઓ એક ચિત્રકાર વરસી ગયો...
ઝરમર-ઝરમર ના સંગીત વચ્ચે, કેવા કેવા મેઘનાદ કરી ગયો,
હાથ, પગ ને હૈયું ડોલાવતો, જુઓ એક સંગીતકાર વરસી ગયો...
જીવ-જંતુ, પશુ-પક્ષી ને.. ને ધરતી ના કણ કણ ને જીવંત કરી ગયો,
જીવતા માણસ ના હૃદય માં પણ, કેટલીયે સુતેલી લાગણી ઓ જગાડી ગયો,
શું કહું હજુ વધારે "પલ", લાગે છે શ્રુષ્ટિ નો રચનાર વરસી ગયો....
વરસી ગયો... વરસી ગયો...જુઓ જુઓ, વરસાદ વરસી ગયો,
બુંદો ની કલમ થી ધરતી શણગારવા જાણે એક કલાકાર વરસી ગયો.
શુક્રવાર, 2 જુલાઈ, 2010
શું યોગ્ય છે . . ???
સામાજિક કે આર્થિક, સંબંધો ની જ આ વાત છે,
ઘર, ઓફીસ, કે દુકાન, દરેક સ્થળ ની જરૂરિયાત છે,
વચન આપ્યું છે કોઈને તો પૂરું કરવું સમયસર....,
અવગણી ને અપમાન કરવું કોઈનું, એ શું યોગ્ય વાત છે??
"પલ"
સાગર માં ડૂબી ને પણ હું તરસ્યો રહી ગયો,
ને એક નજર થી તમારી સંતોષ થઇ ગયો !!
વરસાદ માં પલળી ને પણ હું કોરો રહી ગયો,
ને આંસુ જોઈ તમારું આખે-આખો ભીંજાઈ ગયો !!
ખબર નહોતી અત્યાર સુધી...
............. કે હું જીવતો હતો, કે શ્વાસ લેવાઈ ગયો !!
પણ તમને જોયા છે ને "પલ", ત્યાર થી...
........દરેક શ્વાસ તમારું નામ લઇ જીવાઇ ગયો !!!
ગુરુવાર, 1 જુલાઈ, 2010
વાર નથી લાગતી !!!
કેટલું નાજુક આપ્યું છે ભગવાને આ હૃદય... જાણીએ જ છીએ ને !!
છતાંયે કોઈ નું દિલ તોડતા આપણને એક ક્ષણ ની પણ વાર નથી લાગતી...
એનું શું..??
"ના બોલ્યા માં નવ ગુણ", ને, "બોલે તેના બોર વેચાય",
કેહવત છે.... જાણીએ છીએ ..... સમજીએ પણ છીએ.....
પણ.. ઉપયોગ ખોટી જગ્યા એ કરીએ છીએ એનું શું ???
બુધવાર, 30 જૂન, 2010
મંગળવાર, 29 જૂન, 2010
એક નેતા ની પ્રાર્થના
ઇતની લુચ્ચાઈ હમે દેના દાતા, પૈસો કા લાલચ કભી કમજોર હો ના,
હમ બૈઠે કુર્સી પે તો હમસે, ભૂલ કર ભી કોઈ અચ્છાઈ હો ના...
હર ઇન્સાન મુર્ખ હૈ, વોટ બેંક હૈ, જૂઠે વાદો સે પટ જાયે ઐસા ઢક્કન હૈ,
આપસ મેં લડ કે ભલે હી મર જાયે, હમારી વોટ બેંક યે ભરતે હી જાયે,
બોજ ધરતી સે ભલે તું ઉઠા લે, હમારી કુર્સી તુ સંભાલ કે હી રખના...
હમ રાજનીતિ મેં હૈ તુ ઇતના જાન લે, ખો ના દે ખુદકો કીસી વિપક્ષી સે,
હમે સજા ના મીલે કુકર્મો કી, મૌત ભી ખરીદ લેંગે એક દિન હમ તુજીસે,
આયેંગે જો તેરે દર પે નારીયેલ ચઢાને, ફાયદા તુજકો ભી તો હોગા ના..
ઇતની લુચ્ચાઈ .............................................................................
શું યોગ્ય છે . . ???
સામાજીક સંબંધો હોય, કે માલીક-નોકર ની વાત હોય,
ઓફીસ ના કલીગ્સ હોય, કે દોસ્તો-યારો નો સાથ હોય,
વિચારો મિત્રો, શું યોગ્ય છે આ સંબંધો જાળવવા માટે..?
ખુલ્લા દિલે વાત કરી મતભેદો નું સમાધાન કરવું......
કે પછી શંકા ના કાદવ માં સંબંધો નું નિકંદન કાઢવું??
(નિકંદન કાઢવું = નાશ કરવો)
સોમવાર, 28 જૂન, 2010
શું યોગ્ય છે . . ???
મિત્રો થયા હોય ભેગા કે પછી ઓફીસ સ્ટાફ ની જમાવટ હોય,
વાત-ચીત ના વડા ને મસ્તી-મજાક ની રમઝટ હોય,
તમે જ કહો દોસ્તો શું યોગ્ય છે યારી દોસ્તી ની મેહફીલ માં??
હલકી-ફુલ્કી મસ્તી સાથે જીંદગી ને એન્જોય કરવી...
કે કોઈનું દિલ તૂટી જાય એટલી હદ સુધી મજાક કરવી..!!
"પલ"
આમ જરા, તેમ જરા, ઝબકી ને બુઝાઈ જાય છે,
વાદળ ની વચ્ચે થી લપકી ને છુપાઈ જાય છે,
"પલ" શું કારણ છે આ છુપા છુપી ના ખેલ નું, કહી દે,
બસ એક નજર પડતા જ નેણ પાપણ માં મીંચાઈ જાય છે !!!
શનિવાર, 26 જૂન, 2010
માં - "તારે દીખ ગયે જમીન પર"
મૈ કભી બતલાતા નહી
ઘર ચલાને સે ડરતા હું મૈ માં,
યુ તો મૈ દિખલાતા નહી
રોજ બદલતી કિમતો કો યાદ કરતા હું મૈ માં,
તુજે કૈસે બતાઉં .... મેરી માં...
તુજે કૈસે બતાઉં .... મેરી માં...
મહંગાઈ મેં યુ ના છોડો મુજે
કી ખાને પીને કે વાંધે પડ જાયે માં,
સંસાર મેં એસા ફસા હું, ક્યા જાને તું
સર પટક કે ભી રો નાં પાઉં માં,
કીતના બુરા હાલ હૈ માં...
કીતના બુરા .... મેરી માં...
જબ ભી કભી પાપા મુજે
ખીલોને કે લિયે દાટતે થે ના માં,
મેરી નજર ઢુંઢે તુજે
યાદ હૈ? તું લાકે મુજકો દેતી થી વો માં,
કીસીસે તો કુછ કેહ પાતા નહી
ઘર કે ખર્ચો સે સહમ જાતા હું મૈ માં,
ચહેરે પે તો આને દેતા નહી,
બેંક બેલેન્સ દેખ ઘબરાતા હું મૈ માં,
તુજે કૈસે બતાઉં .... મેરી માં...
તુજે કૈસે બતાઉં .... મેરી માં...
શુક્રવાર, 25 જૂન, 2010
શું યોગ્ય છે . . ???
મોંઘવારી ભડકે બળે છે ............................ માન્યુ...
પગાર આજકાલનો, પોસાતો નથી એ પણ માન્યુ...
પણ તમેજ કહો દોસ્તો......... શું એ યોગ્ય છે.....???
આગળ વધવાની આપણી ઈચ્છાઓ પોષવી,
માતા-પિતા ના આંસુ ઓ ના સહારે......????
ગુરુવાર, 24 જૂન, 2010
શું યોગ્ય છે . . ???
રસ્તે ચાલતા કે પછી વાહન ચલાવતા,
આટલા ટ્રાફિક માં ને આટલી ગીર્દી માં,
વિચારો જરા તમે કે શું યોગ્ય છે દોસ્તો...,
રસ્તા આપણા બાપ ના સમજી મનમાની કરવી??
કે ટ્રાફિક નિયમો ની શિસ્તતા જાળવવી.................
______________________________________
આ વિષય માં તો ખરેખર આપણે બહુ જ પછાત છીએ.
રસ્તા ની બાજુ માં ઝુપડી બાંધી રેહનાર ને શું દોષ દેવો?
મહેલ બાંધી ને રેહનાર ની પણ માનસીકતા આવીજ છે!!
Accident થાય છે તો સરકાર ને અને ટ્રાફિક પોલીસ ને
દોષ આપીએ છીએ પણ ત્યાં સ્પીડ લીમીટ લખેલી હતી
એ વાંચવા ની આપણે દરકાર તો કરતા જ નથી !!!!!!!!!
______________________________________
સમજવા જેટલું તો ઉપર લખી જ દીધું છે પણ છતાય જો
ના સમજાય તો આટલું તો કરવું જ જોઈએ.........
૧) ચાલી ને રસ્તો ઓળંગતી વખતે હાથ કરી ને ચાલવા
નઈ માંડવા નું પણ આગળ પાછળ જોવાનું ને પછી
ટ્રાફિક ઓછો થાય ત્યારેજ આગળ વધવાનું....
(ચાલવા વાળો માણસ જેટલી જલ્દી સ્પીડ કન્ટ્રોલ
કરી શકે એટલી જલ્દી વાહન ચલાવનાર ના કરી શકે
એ યાદ રાખવું જોઈએ)
૨) વાહન ચલાવતી વખતે હંમેશા સ્પીડ લીમીટ નું પાલન
કરવું જોઈએ.
૩) રસ્તા પર વાહન એકદમ સીધું જ ચાલવું જોઈએ જેથી
પાછળ આવનાર વ્યક્તિ ને તકલીફ ના પડે.
૪) વળાંક વખતે વળવાની શરૂઆત કરતા પહેલા સાઈડ
લાઈટ બતાવવી, નહી કે વળ્યા પછી.
૫) ટ્રાફિક પોલીસ ના હોય ત્યારે આપણે સિગ્નલ પર લાલ
લાઈટ વખતે ઉભા રહી જવાની ડીસીપ્લીન ના રાખીએ
પણ ટ્રાફિક પોલીસ હોય ત્યારે તો STOP ની લાઈન થી
આગળ ના વધીએ???
૬) ઘૂસ મારવાની આદત ને થોડી કન્ટ્રોલ માં રાખીએ ........
એમ તો બહુ લાંબુ લીસ્ટ છે પણ આટલું તો કરીએ..............
આપણા પોતાના માટે, ને ઘરે રાહ જોતા લોકો માટે............
બુધવાર, 23 જૂન, 2010
"પલ" ના સહારે
એમ તો મિત્રો હું મારું કામ જ કરતો હોઉં છું, ને કરતો રહીશ,
પણ ક્યારેક છલકાઈ જાય લાગણી તો છલકવા દઉં છું.....
મારા હૃદય ના સહારે............................"પલ" ના સહારે...
એમ થોડું હોય....?
આપણા થી ભૂલ થાય તો ભૂલ થી થાય,
ને સામે વાળા થી જાણી જોઇને!! એમ થોડું હોય?
આપણી ભૂલ માટે માફી ની આશા રાખીએ,
ને સામે વાળા ને ઝાટકી નાખીએ!! એમ થોડું હોય?
મંગળવાર, 22 જૂન, 2010
શું યોગ્ય છે . . ???
પતિ પત્ની ની વાત માં, તમે જ કહો શું યોગ્ય છે,
વાંધો નહિ જો ના ગમતી કોઈ વાત નો ગુસ્સો આવે તો ,
પણ શું વાત ને ચીન્ગમ ની જેમ ખેચ્યા જ કરવી???
કે ગુસ્સા ની ગરમી માં વરાળ બનાવી ઉડાડી દેવી.....
સોમવાર, 21 જૂન, 2010
શું યોગ્ય છે . . ???
રસ્તે જતા, ચાલતા, દોડતા, શું વિચારો છો શું યોગ્ય છે,
અથડાઈ ગયા ભૂલ થી જો કોઈને , કે કોઈ આપણને,
બાથ ભીડી ને લડી પડવું, કે મુસ્કુરાઈ ને છુટા પડવું . .આ બ્લોગ લખવાનું કારણ .......
મોટા નથી બનવું, મહાન નથી બનવું,
કોઈ વર્ષો સુધી યાદ કરે એવા શ્રીમાન નથી બનવું,
અરે, કોઈ ના ચેહરા ની મુસ્કાન પણ નથી બનવું,
બસ કોઈ ના દિલ ને ઠેસ પહોચે એવું વર્તન નથી કરવું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)